
રાયપુર, નવી દિલ્હી,23 ફેબ્રુઆરી
(હિ.સ.) છત્તીસગઢમાં સક્રિય નક્સલવાદીઓનું બાલનગીર-બારગઢ-મહાસમુંડ ડિવિઝન (બીબીએમ) શરણાગતિ
સ્વીકારવા તૈયાર છે. બીબીએમએ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિજય શર્માને
પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં
આવ્યું છે કે,” 15 નક્સલવાદીઓ 3 માર્ચ સુધીમાં
તેમના શસ્ત્રો સાથે શરણાગતિ સ્વીકારશે. શર્માએ તેમને મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ
કરી છે.”
નાયબ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આજે આ માહિતી જાહેર
કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે,” તેઓ તેમના શસ્ત્રો સાથે શરણાગતિ
સ્વીકારવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માંગે છે.” અહેવાલ છે કે આ પત્ર સીપીઆઈ (માઓવાદી), પશ્ચિમ સબ-ઝોનલ
બ્યુરો, ઓડિશા રાજ્ય
સમિતિ અને બીબીએમવિભાગીય સમિતિના
સચિવ વિકાસ દ્વારા મોકલવામાં આવ્યો હતો.”
પત્રમાં કહેવામાં આવ્યું છે કે,” તેઓ, તેમના સાથીઓ સાથે, તેમના શસ્ત્રો
સાથે શરણાગતિ સ્વીકારવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માંગે છે. તેઓએ સુરક્ષા
ગેરંટી માટે રેડિયો દ્વારા ગૃહમંત્રીને પણ અપીલ કરી છે. વિકાસે ખાતરી મળ્યા બાદ 2 થી 3 માર્ચની વચ્ચે
બહાર આવવાનું વચન આપ્યું છે.”
પત્ર મુજબ, તેઓ હાલમાં ઓડિશામાં છે, પરંતુ મોટાભાગના સભ્યો બસ્તર ક્ષેત્રના હોવાથી, તેઓ છત્તીસગઢમાં
આત્મસમર્પણ કરવા સંમત થયા છે. એક ટીમ બધા સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે કામ કરી
રહી છે. બાકીના સભ્યો ધીમે ધીમે આવી રહ્યા છે, અને બધાને 1 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે
કે,” ડીવીસી કેડરના ત્રણ,
એસીકેડરના પાંચ અને પીએમકેડરના સાત સહિત
કુલ 15 સભ્યો
આત્મસમર્પણ કરવા માટે તૈયાર છે.”
પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે,” શરણાગતિ ઇચ્છતા
નક્સલવાદીઓ સુરક્ષિત રીતે નિર્ધારિત સ્થાન પર પહોંચી શકે, તે માટે પોલીસ કોમ્બિંગ
અને દબાણ કામગીરી બંધ કરવામાં આવે. ઓડિશા પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને
બાલનગીર અને બારગઢ જિલ્લામાં સર્ચ ઓપરેશન બંધ કરવાની વિનંતી કરવામાં આવી છે.”
નક્સલવાદીઓ જણાવે છે કે,” જો સુરક્ષા દળો માર્ગ પર મળી આવે, તો જૂથ વિખેરાઈ
જવાનો ભય છે.”
પત્રમાં જણાવાયું છે કે,” દેશ અને વિશ્વની બદલાતી આર્થિક, સામાજિક અને
રાજકીય પરિસ્થિતિઓમાં, લાંબા ગાળાના
સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખવાનું હવે કોઈ કારણ નથી. તેથી, તેઓ મુખ્ય
પ્રવાહમાં પાછા ફરવા માંગે છે અને ભારતીય બંધારણના માળખામાં જાહેર હિત માટે કામ
કરવા માંગે છે. ગૃહમંત્રીનો જવાબ સાંભળ્યા પછી અમે પાછા આવીશું. આ પ્રક્રિયા પૂર્ણ
થવામાં લગભગ એક અઠવાડિયુ લાગશે.”
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ