
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે, મુકુલ રોયને તેમના રાજકીય અનુભવ અને સામાજિક સેવાના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ એક્સ-પોસ્ટ પર કહ્યું કે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયના નિધનથી તેમને ખૂબ દુઃખ થયું છે. તેમને હંમેશા તેમના રાજકીય અનુભવ અને સામાજિક સેવાના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. ઉલ્લેખનીય છે કે, મુકુલ રોયનું આજે સવારે કોલકાતાની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલા બાદ નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ