ઝુંસી પોલીસ, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પૂછપરછ કરવા વારાણસી પહોંચી.
—કોર્ટના આદેશ પર દાખલ કરાયેલા પોક્સો એક્ટ કેસમાં તપાસ શરૂ વારાણસી, નવી દિલ્હી,23 ફેબ્રુઆરી (હિ.સ.) સગીર બાળકોના જાતીય શોષણ માટે જ્યોતિર્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે, દાખલ કરાયેલા કેસની તપાસ
ઝુંસી


—કોર્ટના આદેશ પર

દાખલ કરાયેલા પોક્સો એક્ટ કેસમાં તપાસ શરૂ

વારાણસી, નવી દિલ્હી,23 ફેબ્રુઆરી

(હિ.સ.) સગીર બાળકોના જાતીય શોષણ માટે જ્યોતિર્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે, દાખલ કરાયેલા કેસની તપાસ શરૂ થઈ ગઈ છે.

કોર્ટે એફઆઈઆર દાખલ કર્યા બાદ, ઝુંસી પોલીસ

(પ્રયાગરાજ) સોમવારે વારાણસી પહોંચી હતી અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્ય

મુકુન્દાનંદ અને આ કેસમાં અન્ય ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. આ ઘટનાએ શહેરમાં

વ્યાપક ચર્ચા જગાવી છે. ઝુંસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહેશ મિશ્રા કેદારઘાટ સ્થિત

શ્રીવિદ્યામંદિરમાં શંકરાચાર્ય અને અન્ય આરોપીઓની વિગતવાર પૂછપરછ કરશે.

શનિવારે, જિલ્લા પોક્સો એક્ટ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિનોદ કુમાર

ચૌરસિયાએ ઝુંસી પોલીસને કેસ નોંધવા અને તપાસ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે ખાસ

નિર્દેશ આપ્યો હતો કે,” આ કેસમાં તપાસ નિષ્પક્ષ, સ્વતંત્ર અને ઝડપી રીતે હાથ ધરવામાં આવે. આ કેસ

શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી દ્વારા દાખલ કરાયેલી અરજી પર દાખલ કરવામાં

આવ્યો હતો. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુન્દાનંદ પર,

માઘ મેળા દરમિયાન સગીર છોકરાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પીડિત બાળકોના નિવેદનો પણ કોર્ટમાં નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટે પ્રયાગરાજ

પોલીસ કમિશનરને આ મામલાની તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવા વિનંતી કરી.”

કોર્ટે જણાવ્યું હતું કે,” પીડિત બાળકોના નિવેદનો, સ્વતંત્ર

સાક્ષીઓના નિવેદનો, પોલીસ કમિશનર

દ્વારા રજૂ કરાયેલ તપાસ અહેવાલ અને એકત્રિત સામગ્રી સ્પષ્ટપણે, આરોપોના ગંભીર

સ્વરૂપને દર્શાવે છે.”

સ્ટેશન હાઉસ ઓફિસર મહેશ મિશ્રાના જણાવ્યા અનુસાર,”કોર્ટના આદેશ પર

કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી

માટે તમામ જરૂરી પુરાવા અને નિવેદનો એકત્રિત કરી રહી છે.”

દરમિયાન, ઝુંસી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તે પહેલાં, શંકરાચાર્ય

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મીડિયાકર્મીઓ સાથે વાત કરી. તેમણે સ્પષ્ટતા કરી

કે,” તેઓ તપાસમાં સહયોગ કરવા તૈયાર છે. આનાથી સત્ય બહાર આવશે. તેમની ધરપકડનો

પ્રશ્ન જ નથી, પરંતુ જો તેમની

ધરપકડ કરવામાં આવે તો હું તેના માટે પણ તૈયાર છું.” તેમણે ઉમેર્યું કે,” ફરિયાદીએ

તેમના વતી આટલા દિવસો વિતાવ્યા છે,અમે ક્યાંય જવાના નથી.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande