કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાની મંજૂરી આપી
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને ''કેરલમ'' કરવાની મંજૂરી આપી છે. આનાથી બંધારણની કલમ 3 હેઠળ રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, નવા ''સેવા તીર્થ'' ખાતે
કેરલ ના દ્રશ્યો


નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાની મંજૂરી આપી છે. આનાથી બંધારણની કલમ 3 હેઠળ રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, નવા 'સેવા તીર્થ' ખાતે યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે, રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયો શેર કર્યા. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે જૂનમાં રાજ્ય સરકારે રાજ્યનું નામ બદલીને 'કેરલમ' કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા પછી, બિલ હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ બિલને રાજ્ય વિધાનસભામાં તેના મંતવ્યો માટે મોકલશે. વિધાનસભાના મંતવ્યો પ્રાપ્ત કર્યા પછી, રાષ્ટ્રપતિની મંજૂરી પછી બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande