પ્રધાનમંત્રીએ નવીનતામાં પ્રતિભા અને સખત મહેનતનું મહત્વ સમજાવ્યું
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે નવીનતામાં પ્રતિભા અને સખત મહેનતના મહત્વને ઉજાગર કરવા માટે એક સંસ્કૃત કહેવત શેર કરી. તેમણે કહ્યું કે, માત્ર પ્રતિભા પૂરતી નથી; સફળતા માટે સતત પ્રયાસ જરૂરી છે. પ્રધાનમંત્રીએ એક્
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે નવીનતામાં પ્રતિભા અને સખત મહેનતના મહત્વને ઉજાગર કરવા માટે એક સંસ્કૃત કહેવત શેર કરી. તેમણે કહ્યું કે, માત્ર પ્રતિભા પૂરતી નથી; સફળતા માટે સતત પ્રયાસ જરૂરી છે.

પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું, यथैकेन न हस्तेन तालिका सम्प्रपद्यते। थोद्यमपरित्यक्तं न फलं कर्मणः स्मृतम्॥

આ કહેવતનો અર્થ એ છે કે જેમ એક હાથે તાળી પાડી શકાતી નથી, તેમ કોઈ પણ કાર્ય પ્રયત્ન વિના પરિણામ આપતું નથી. માત્ર ક્ષમતા કે પ્રતિભા, સફળતા તરફ દોરી જતી નથી. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સખત મહેનત અને સતત પ્રયાસ ન કરે, ત્યાં સુધી તે તેના કાર્યનું પરિણામ જોઈ શકશે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande