
લખનૌ, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ, હવે આગોતરા જામીન માટે અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. એફઆઈઆર દાખલ થયા બાદ, ધરપકડ ટાળવા માટે શંકરાચાર્યએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
શંકરાચાર્યએ, એડવોકેટ રાજર્ષિ ગુપ્તા, સુધાંશુ કુમાર અને શ્રી પ્રકાશ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટૂંક સમયમાં સુનાવણી થવાની અપેક્ષા છે. તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ, જિલ્લા કોર્ટમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી. સુનાવણી બાદ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (બળાત્કાર અને પોક્સો) સ્પેશિયલ કોર્ટ વિનોદ કુમાર ચૌરસિયાએ ઝુન્સી પોલીસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે કેસ નોંધવા અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ આદેશનું પાલન કરીને પોલીસે કેસ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં, શંકરાચાર્ય અને તેમના સાથી સંતોની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / શિવ સિંહ / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ