
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર નજીકના હાથિયાની ગામના વાડીવિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા વિસાવાડા 108 ની ટીમે તેને એમ્બ્યુલન્સ મા પ્રસૂતિ કરાવી હતી.
આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોય છે. જેમની એક સેવા 108 ને માનવામાં આવે છે. 108 ની ટિમ દ્વારા ગમે તેં સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. હાથિયાણીના વાડી વિસ્તારમાં રહેતા મજુર મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ના ઈ.એમ. ટી. ઉદય ઓડેદરા અને પાયલોટ દીપકભાઈ ભાદરકા એ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો રૂચી મેડમ ના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી હતી અને દીકરા નો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સ માં પ્રથામિક સારવાર આપ્યા બાદ વધુ સરકારી MR લેડી હોસ્પિટલ સારવાર માટે સિફ્ટ કર્યા હતા.
108 ની સેવા એ આધુનિક સમયમાં મહત્વ ની સાબિત થઈ રહી છે. દીકરાનો જન્મ થતા ઈ એમ ટી ઉદય ઓડેદરા પાઈલોટ દીપકભાઈ ભાદરકા અને વિસાવાડા 108 ટીમ ને બિરદાવ્યા હતા. આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya