વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો અંતિમ વર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને ૧૨ જેટલી પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઈન્ટરવ્યૂની તક
ગીર સોમનાથ 27 ફેબ્રુઆરી (હિ.સ.) વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થતા જ રોજગારની સુવર્ણ તક મળી રહે તે હેતુસર આચાર્ય ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. મેગા પ્લેસમેન્ટ કેમ
વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ


ગીર સોમનાથ 27 ફેબ્રુઆરી (હિ.સ.)

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થતા જ રોજગારની સુવર્ણ તક મળી રહે તે હેતુસર આચાર્ય ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.

મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં બેન્કિંગ, ઈન્શ્યોરન્સ, કેમિકલ અને ઓટોમોબાઈલ સેક્ટરની કુલ ૧૨ જેટલી પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. વિવિધ કંપનીઓ દ્વારા કુલ ૮૫ જેટલા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાની કૌશલ્ય અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ, મહિલા કોલેજ તથા ચોકસી કોલેજ તેમજ તાલાલાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય સ્મિતાબહેન છગે ભવિષ્યમાં પણ આવા રોજગારલક્ષી કાર્યક્રમો યોજી અને વિદ્યાર્થીઓના કરિયરને નવી દિશા આપવામાં કોલેજના કર્મચારીઓ માર્ગદર્શન આપતાં રહેશે એવી આશા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઝોન–૫, નોડ–૧૧ના નોડલ ઓફિસરશ્રી દ્વારા કરાયું હતું. કોલેજ પરિવાર દ્વારા તમામ કંપની પ્રતિનિધિઓ, સહયોગી સંસ્થાઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande