ધુળેટીનો તહેવાર નજીક આવતાં બજારોમાં રંગત, અવનવી પિચકારી અને રંગોના વેચાણે જમાવટ કરી.
બોટાદ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) ધુળેટીનો તહેવાર નજીક આવતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં રંગબેરંગી માહોલ છવાઈ ગયો છે. દુકાનોમાં અવનવી ડિઝાઇનની પિચકારી, રંગીન ગુલાલ અને વિવિધ પ્રકારના હર્બલ રંગોનું વેચાણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને બાળકો અને યુવ
અવનવી પિચકારી


બોટાદ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) ધુળેટીનો તહેવાર નજીક આવતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં રંગબેરંગી માહોલ છવાઈ ગયો છે. દુકાનોમાં અવનવી ડિઝાઇનની પિચકારી, રંગીન ગુલાલ અને વિવિધ પ્રકારના હર્બલ રંગોનું વેચાણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ધુળેટી માટે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બજારોમાં કાર્ટૂન આકારની પિચકારી, મોટી ટેન્કવાળી પિચકારી, ગન સ્ટાઈલ પિચકારી અને પરંપરાગત પિચકારી જેવી અનેક જાતો ઉપલબ્ધ છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે હર્બલ અને સ્કિન-ફ્રેન્ડલી રંગોની માંગમાં વધારો થયો છે. લોકો કેમિકલયુક્ત રંગો કરતાં કુદરતી અને સુરક્ષિત રંગો તરફ વધુ ઝુકાવ દર્શાવી રહ્યા છે. લાલ, પીળો, લીલો, ગુલાબી અને જાંબલી જેવા ચટક રંગો ગ્રાહકોને આકર્ષી રહ્યા છે.બાળકો માટે ખાસ પાણીના બેલૂન, રંગીન માસ્ક અને ટોપીઓ પણ વેચાણ માટે મુકવામાં આવ્યા છે. યુવાનોમાં કલર સ્મોક, કલર સ્પ્રે અને થીમ આધારિત ધુળેટી પાર્ટી માટેના સામાનની ખરીદી પણ વધતી જોવા મળી રહી છે.

વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓફરો અને ડિસ્કાઉન્ટ યોજનાઓ પણ જાહેર કરી છે.ધુળેટી માત્ર રંગોનો જ નહીં પરંતુ આનંદ અને એકતાનો તહેવાર માનવામાં આવે છે. લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવે છે અને જૂના મતભેદો ભૂલીને નવા સંબંધો મજબૂત બનાવે છે. ધુળેટી નજીક આવતા બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે અને તહેવારની ખુશ્બૂ સર્વત્ર પ્રસરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande