‘બાલિકા પંચાયત મોડ્યુલ’ અંતર્ગત, પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ.
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.)મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે બાલિકા પંચાયત મોડ્યુલ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 23 થી 25 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનાર આ
‘બાલિકા પંચાયત મોડ્યુલ’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ.


‘બાલિકા પંચાયત મોડ્યુલ’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ.


‘બાલિકા પંચાયત મોડ્યુલ’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ.


‘બાલિકા પંચાયત મોડ્યુલ’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ.


‘બાલિકા પંચાયત મોડ્યુલ’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ.


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.)મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે બાલિકા પંચાયત મોડ્યુલ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 23 થી 25 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનાર આ તાલીમનો પ્રથમ દિવસ આજે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે બાલિકાઓના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારની તાલીમનું મહત્વ વ્યક્ત કરી પ્રશિક્ષકોને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા પ્રેરિત કર્યા હતા.

તાલીમના પ્રથમ દિવસે અલ્પાહાર બાદ તાલીમાર્થીઓ વચ્ચે પરસ્પર ઓળખાણ અને મંચભય દૂર કરવા માટે આઈસ બ્રેકિંગ એક્ટિવિટી યોજાઈ હતી, જેમાં તાલીમાર્થીઓએ કાર્ડ દ્વારા પોતાનો પરિચય રજૂ કરી આત્મવિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ કિશોર અવસ્થાના વિવિધ તબક્કાઓ, શારીરિક-માનસિક પરિવર્તનો અને સામાજિક પડકારો અંગે વિવિધ રમતો અને ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બપોરના સત્રમાં બાલિકા પંચાયતના હેતુઓ, માળખું અને કાર્યપદ્ધતિ વિશે સમજ પૂરી પાડવામાં આવી હતી, જેથી કિશોરીઓ ગામસ્તરે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવી નેતૃત્વ કરી શકે.

ભોજન વિરામ બાદ તાલીમાર્થીઓની ચાર ટીમો બનાવી કિશોર અવસ્થાના પ્રશ્નો અને ઉકેલો વિષે ચાર્ટ દ્વારા ચિત્રાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેનાથી ટીમ વર્ક અને પ્રસ્તુતિ કૌશલ્યમાં વધારો થયો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં 'લાઈફ સ્કિલ' વિષય પર વિશેષ સત્ર યોજાયું હતું, જેમાં નિર્ણય લેવાની ક્ષમતા અને સંવાદ કૌશલ્ય જેવા મુદ્દાઓ પર પ્રાયોગિક માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર દિવસના સત્રોની સમીક્ષા અને આવતીકાલની રૂપરેખાની ચર્ચા સાથે તાલીમનો પ્રથમ દિવસ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી. મહેતા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર અને મહિલા અને બાળ વિકાસ અધિકારી હંસાબેન ટાઢાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તમામ અધિકારીઓએ બાલિકા પંચાયતને, ગ્રામ્ય સ્તર પર અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande