મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની આવકમાં વધારો, ઊંચો ભાવ રૂ.1283 પ્રતિ મણ
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ પાકોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને રાયડાની સિઝન શરૂ થતા તેની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે માર્કેટયાર્ડમાં રાયડાની આશરે 2000 બોરી આવક નોંધાઈ હતી, જેમાં ઊંચો ભાવ ₹1283 પ્
મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની આવકમાં વધારો, ઊંચો ભાવ ₹1283 પ્રતિ મણ


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ પાકોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને રાયડાની સિઝન શરૂ થતા તેની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે માર્કેટયાર્ડમાં રાયડાની આશરે 2000 બોરી આવક નોંધાઈ હતી, જેમાં ઊંચો ભાવ ₹1283 પ્રતિ મણ બોલાયો હતો. આવક વધતા ભાવમાં ગઈકાલની સરખામણીએ ₹10નો સામાન્ય ઘટાડો નોંધાયો હતો, પરંતુ ગયા અઠવાડિયાની સરખામણીએ ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત એરંડાની પણ 1721 બોરી આવક નોંધાઈ હતી. એરંડાનો ઊંચો ભાવ ₹1300 અને નીચો ભાવ ₹1180 પ્રતિ 20 કિલોગ્રામ રહ્યો હતો. ગવારની 64 બોરી આવક સાથે તેનો ભાવ ₹994 પ્રતિ મણ રહ્યો હતો, જ્યારે અજમાની 28 બોરી આવક નોંધાઈ હતી, જેમાં ગુણવત્તા મુજબ ₹500થી ₹1800 પ્રતિ 20 કિલોગ્રામ સુધીના ભાવ મળ્યા હતા.

વેપારીઓના જણાવ્યા મુજબ રાયડો, એરંડા અને અન્ય પાકોના ભાવ ખેડૂતો માટે સંતોષકારક રહ્યા છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની સારી અવરજવર જોવા મળી હતી. આગામી દિવસોમાં આવક અને માંગને આધારે ભાવમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande