મહેસાણામાં ફોર વ્હીલર ચોરી કરતું આંતરરાજ્ય ગેંગ ઝડપાયું, ₹15.43 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ફોર વ્હીલર વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની ત્રણ કાર તથા ચોરી માટે ઉપયોગમાં લ
મહેસાણામાં ફોર વ્હીલર ચોરી કરતું આંતરરાજ્ય ગેંગ ઝડપાયું, ₹15.43 લાખનો મુદ્દામાલ જપ્ત


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ફોર વ્હીલર વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની ત્રણ કાર તથા ચોરી માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર અને સાધન સામગ્રી સહિત કુલ ₹15,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ ઈસમોને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી ત્રણ ચોરાયેલ ફોર વ્હીલર વાહનો મળી આવ્યા હતા. ઉપરાંત વાહનોના લોક તોડવા અને સ્ટાર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા ખાસ સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક સાધનો પણ મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ આંતરરાજ્ય સ્તરે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા છે અને વિવિધ શહેરોમાંથી વાહનો ચોરી કરતા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અન્ય ઈસમો સુધી પહોંચવામાં મદદ મળશે તેવી પોલીસને આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande