કોંગ્રેસના વિરોધમાં મહેસાણા જિલ્લા ભાજપ મહિલા મોરચાનું ધરણા કાર્યક્રમ
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના યુથ કાર્યકરો અને રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે તાજેતરમાં આયોજિત AI સમિટ દરમિયાન કોંગ્રેસના યુથ કાર્યકરો તેમજ રાહુલ ગાંધી દ્વ
કોંગ્રેસના વિરોધમાં મહેસાણા જિલ્લા ભાજપ મહિલા મોરચાનું ધરણા કાર્યક્રમ


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.)

મહેસાણા જિલ્લામાં ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના યુથ કાર્યકરો અને રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે તાજેતરમાં આયોજિત AI સમિટ દરમિયાન કોંગ્રેસના યુથ કાર્યકરો તેમજ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા દેખાવના વિરોધ સ્વરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.

મહેસાણા ખાતે યોજાયેલા આ ધરણા કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાની મોટી સંખ્યામાં કાર્યકર બહેનો હાજર રહી હતી અને કોંગ્રેસના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન આ પ્રકારના દેખાવો કરીને દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે યોગ્ય નથી.

મહિલા મોરચાના આગેવાનોએ જણાવ્યું હતું કે દેશના વિકાસ અને પ્રગતિ માટે સરકાર વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રયાસો કરી રહી છે, ત્યારે આવા કાર્યક્રમોમાં વિરોધ પ્રદર્શન કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કોંગ્રેસના આ વર્તનની નિંદા કરી હતી.આ ધરણા કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો અને અંતે કાર્યકરોએ પોતાની માંગ અને વિરોધ નોંધાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande