કલેક્ટરશ્રી વિડિયો કોન્ફરન્સમાં જોડાયા, નિર્ભયા ફંડ હેઠળ ‘Inclusive Cities for Women and Girls’ અંગે માર્ગદર્શન મેળવ્યું
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘Inclusive Cities for Women and Girls’ યોજના અંતર્ગત નિર્ભયા ફંડ હેઠળ અમલીકરણ બાબતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસાણા જિલ્લાના કલ
કલેક્ટરશ્રી વિડિયો કોન્ફરન્સમાં જોડાયા, નિર્ભયા ફંડ હેઠળ ‘Inclusive Cities for Women and Girls’ અંગે માર્ગદર્શન મેળવ્યું


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.)

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘Inclusive Cities for Women and Girls’ યોજના અંતર્ગત નિર્ભયા ફંડ હેઠળ અમલીકરણ બાબતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસાણા જિલ્લાના કલેક્ટરશ્રી જોડાયા હતા અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ બેઠકનો મુખ્ય હેતુ શહેરોને મહિલાઓ અને બાળાઓ માટે વધુ સુરક્ષિત, સુલભ અને સમાવેશી બનાવવાના પ્રસ્તાવોની ચર્ચા કરવાનો હતો. વિડિયો કોન્ફરન્સ દરમિયાન નિર્ભયા ફંડ હેઠળ હાથ ધરવામાં આવનારી વિવિધ યોજનાઓ, સુરક્ષા વ્યવસ્થાઓ અને સુવિધાઓના અમલીકરણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ જિલ્લાના સંદર્ભમાં આ યોજનાનો અસરકારક અમલ થાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે જ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે સરકાર દ્વારા કરવામાં આવતી પહેલોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા. નિર્ભયા ફંડ હેઠળની યોજનાઓના અમલીકરણથી મહિલાઓ અને બાળાઓને વધુ સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande