મહેસાણા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો, 16 અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા તાલુકા કચેરી ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં વિવિધ ગામોમાંથી આવેલા અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવ્યા હતા.
મહેસાણામાં આઇશર ટ્રક સાથે ₹72.78 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, એક ઈસમ ઝડપાયો


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા તાલુકા કચેરી ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં વિવિધ ગામોમાંથી આવેલા અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કુલ 16 અરજદારો હાજર રહ્યા હતા. પ્રાંત અધિકારીએ દરેક અરજદારની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે માર્ગદર્શન આપ્યું હતું. અરજદારો દ્વારા જમીન, આવાસ, પેન્શન અને અન્ય વહીવટી પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી.પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવાનો છે. તેમણે અધિકારીઓને અરજદારોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહી સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.આ કાર્યક્રમથી અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. તાલુકા સ્તરે યોજાતા આવા કાર્યક્રમો લોકો અને તંત્ર વચ્ચે સેતુરૂપ બની લોકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande