મેણા-ટોણાનો જડબાતોડ જવાબ: પીરોજપુરના યુવકે થર્મોકોલમાંથી બનાવ્યું ઉડતું વિમાન
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના પીરોજપુર ગામના કૌશિક નામના યુવકે પોતાની કોઠાસૂઝ અને ખંતના બળે થર્મોકોલમાંથી ઉડતું વિમાન બનાવી સૌને અચંબિત કરી દીધા છે. ધોરણ 10માં નાપાસ થયા બાદ સમાજના મેણા-ટોણાનો સામનો કરનાર કૌશિકે સાબિત કરી બતાવ્યું
મેણા-ટોણાનો જડબાતોડ જવાબ: પીરોજપુરના યુવકે થર્મોકોલમાંથી બનાવ્યું ઉડતું વિમાન


મેણા-ટોણાનો જડબાતોડ જવાબ: પીરોજપુરના યુવકે થર્મોકોલમાંથી બનાવ્યું ઉડતું વિમાન


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.)

મહેસાણા જિલ્લાના પીરોજપુર ગામના કૌશિક નામના યુવકે પોતાની કોઠાસૂઝ અને ખંતના બળે થર્મોકોલમાંથી ઉડતું વિમાન બનાવી સૌને અચંબિત કરી દીધા છે. ધોરણ 10માં નાપાસ થયા બાદ સમાજના મેણા-ટોણાનો સામનો કરનાર કૌશિકે સાબિત કરી બતાવ્યું છે કે, સફળતા માટે ડિગ્રી નહીં, પરંતુ આવડત અને આત્મવિશ્વાસ જરૂરી છે.

કૌશિકને બાળપણથી જ નવી વસ્તુઓ બનાવવાનો અને એન્જિનિયરિંગ પ્રયોગો કરવાનો શોખ હતો. કોઈપણ પ્રકારની તાલીમ લીધા વગર તેણે માત્ર ₹7,000ના ખર્ચે થર્મોકોલ અને ડ્રોનની મોટરનો ઉપયોગ કરીને આકાશમાં ઉડી શકે તેવું વિમાન તૈયાર કર્યું છે. તેના આ પ્રયોગે ગામના લોકોમાં આશ્ચર્ય સાથે ગર્વની લાગણી જગાવી છે.

કૌશિકના જણાવ્યા મુજબ, લોકોની ટીકા અને મજાકને તેણે પ્રેરણા બનાવી અને પોતાના શોખને આગળ વધાર્યો. આજે તેના દ્વારા બનાવવામાં આવેલું વિમાન સફળતાપૂર્વક ઉડાન ભરી રહ્યું છે. કૌશિકની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને સાબિત કરે છે કે મહેનત અને લગન હોય તો કોઈપણ વ્યક્તિ પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande