

મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.)
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાની સતલાસણા–1 આંગણવાડી કેન્દ્ર ખાતે આજે મમતા દિવસ અંતર્ગત યોજાયેલી આરોગ્ય સેવાઓનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્કેશ શાહ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે આંગણવાડીમાં ચાલતી વિવિધ આરોગ્યલક્ષી કામગીરીનું સુપરવિઝન કર્યું હતું.
ડો. અલ્કેશ શાહે આંગણવાડી કેન્દ્રમાં હાજર રેકોર્ડ અને રજીસ્ટરોની ચકાસણી કરી હતી. સાથે જ ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને મમતા દિવસની કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તાલુકા આરોગ્ય અધિકારીએ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે નિયમિત ચકાસણી, રસીકરણ અને પોષણ અંગે ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.
આ નિરીક્ષણથી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારો થશે અને માતા તથા બાળકના સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR