

મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સાંથલ ગામે આજે માનનીય નિયામકએ મુલાકાત લઈ સ્વચ્છ ભારત મિશન–ગ્રામિણ હેઠળ કરવામાં આવેલી કામગીરી અને અસ્કયામતોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન ગામમાં સ્વચ્છતા સંબંધિત વિવિધ સુવિધાઓ અને યોજનાઓની અમલવારી અંગે માહિતી મેળવી હતી.નિયામકએ ગામમાં બનાવવામાં આવેલી સ્વચ્છતા સુવિધાઓ, કચરા વ્યવસ્થાપન, શૌચાલય અને અન્ય માળખાકીય સુવિધાઓનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી યોજનાની અસરકારક અમલવારી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ગામને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપી હતી. આ મુલાકાતથી સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ મળશે અને ગામને સ્વચ્છતા તરફ વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR