
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.)
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા તુવેરની લઘુતમ ટેકાના ભાવે ખરીદીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. TPSU બેચરાજી ખરીદી કેન્દ્ર ખાતે આ પ્રક્રિયાની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ ખરીદી સિઝન માટે તુવેરનો લઘુતમ ટેકાનો ભાવ પ્રતિ 20 કિલોગ્રામ રૂ. 1600 નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય અને ન્યાયસંગત ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં તુવેરની ખરીદી માટે કુલ 231 ખેડૂતો નોંધાયેલા છે, જે આ ખરીદી પ્રક્રિયાનો લાભ મેળવશે.
ખરીદી પ્રક્રિયાના પ્રારંભ પ્રસંગે ગુજકોમાસોલના લાયઝન અધિકારી મુકેશભાઈ પટેલ અને નીરવ પટેલ, TPSU બેચરાજીના મેનેજર શૈલેષભાઈ પટેલ તેમજ ખેડૂત આગેવાન ચંદુભાઈ પટેલ હાજર રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે અને ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને આર્થિક રીતે સહાય મળશે. આ ખરીદીથી ખેડૂતોને બજારમાં ભાવની અનિશ્ચિતતાથી રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR