ઇન્સ્ટન્ટ આર્ટથી આત્મનિર્ભર બન્યાં પાટણની બ્રિન્દાબેન ખમાર
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણમાં આયોજિત સ્વદેશી મેળો–2026માં પાટણની બ્રિન્દાબેન ખમારે પોતાની અનોખી ફેબ્રિક પેઇન્ટિંગ ઇન્સ્ટન્ટ આર્ટ દ્વારા આગવી ઓળખ ઉભી કરી છે. ચિત્રકળાનો શોખ ધરાવતી બ્રિન્દાબેને ફેબ્રિક પેઇન્ટથી આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો
ઇન્સ્ટન્ટ આર્ટથી આત્મનિર્ભર બન્યાં પાટણની બ્રિન્દાબેન ખમાર


ઇન્સ્ટન્ટ આર્ટથી આત્મનિર્ભર બન્યાં પાટણની બ્રિન્દાબેન ખમાર


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણમાં આયોજિત સ્વદેશી મેળો–2026માં પાટણની બ્રિન્દાબેન ખમારે પોતાની અનોખી ફેબ્રિક પેઇન્ટિંગ ઇન્સ્ટન્ટ આર્ટ દ્વારા આગવી ઓળખ ઉભી કરી છે. ચિત્રકળાનો શોખ ધરાવતી બ્રિન્દાબેને ફેબ્રિક પેઇન્ટથી આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પર આધારિત ચિત્રો બનાવી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમની કૃતિઓ ઝડપથી તૈયાર થઈ જાય છે અને આકર્ષક હોવાના કારણે કલા પ્રેમીઓમાં ખાસ લોકપ્રિય બની છે.

સ્વદેશી મેળા દરમિયાન તેમના સ્ટોલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને તેમની પેઇન્ટિંગ્સની ખરીદી કરી હતી. આ મેળો તેમના માટે આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થયો હતો, જેમાં ખર્ચ કાઢ્યા બાદ તેમને નફો પણ મળ્યો હતો. આ સફળતાએ તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

બ્રિન્દાબેન માને છે કે સ્વદેશી મેળા જેવા મંચ મહિલાઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સારી તક આપે છે. પરિવારના સહયોગ અને પોતાની મહેનતના બળે આજે તેઓ આત્મનિર્ભર બન્યા છે. તેમની સફળતા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે અને સ્થાનિક કળાને નવી ઓળખ અપાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande