માધવપુર ગામે પરિવારીક ઝગડામાં મારામારી થતા પોલીસ ફરિયાદ
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જોખીયા પરિવારમાં છેલ્લા દોઢ વર્ષથી પારિવારિક ઝઘડા ચાલતા હતા જેની અદાવત રાખી દાઉદ હાસમ જોખીયા, દોસમહમદ હાસમ જોખીયા, હાસમ કાસમ જોખીયા, સબીર દલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ
માધવપુર ગામે પરિવારીક ઝગડામાં મારામારી થતા પોલીસ ફરિયાદ


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જોખીયા પરિવારમાં છેલ્લા દોઢ વર્ષથી પારિવારિક ઝઘડા ચાલતા હતા જેની અદાવત રાખી દાઉદ હાસમ જોખીયા, દોસમહમદ હાસમ જોખીયા, હાસમ કાસમ જોખીયા, સબીર દલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ મળી ઈમ્તીયાજ આમીનભાઈ જોખીયા તથા તેમના પિતા જતા હતા તે સમયે તેમની મોટરસાયકલ રોકી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોરબંદરના માધવપુરમાં રહેતા હાસમ કાસમ જોખીયાની દીકરી શહેનાઝએ આજથી દોઢ વર્ષ પૂર્વે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ આ ગુનાના આરોપી હાસમ કાસમ જોખીયાને તેમની દીકરીનું ફરિયાદી ઈમ્તીયાજ આમીનભાઈ જોખીયાના મોટાભાઈ આડા સંબંધ હોવાની આશંકાને કારણે છેલ્લા દોઢ વર્ષથી પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો જે મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી ત્યારે ગત તા. 23 ફેબ્રુઆરીના રોજ ફરિયાદી ઈમ્તીયાજ આમીનભાઈ જોખીયા તેમના પિતા આમીનભાઈ જોખીયા અને બંને ભાઈઓ પોરબંદર મામલતદાર પાસે જામીન લઇ માધવપુર પરત ફર્યા હતા અને માધવપુર પરત આવી તેમના બાઈક પર જતા હતા તે સમયે દોઢ વર્ષથી ચાલતા ઝઘડાની અદાવત રાખી દાઉદ હાસમ જોખીયા, દોસમહમદ હાસમ જોખીયા, હાસમ કાસમ જોખીયા, સબીર દલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ મળી ફરિયાદી ફરિયાદી ઈમ્તિયાજ આમીનભાઈ જોખીયા તેમના પિતા આમીનભાઈ જોખીયા અને બંને ભાઈઓ પર લોખંડના પાઈપ તથા લોખંડની ધાર વાળી સાગંણી વડેમાર મારી મોટર સાયકલમાથી નીચે પછાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યાર બાદ આડોશ પાડોશના લોકો ભેગા થઇ જતા ચારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી વધુ તાપસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande