પોરબંદર જિલ્લા પંચાયતનું 396 લાખનું બજેટ રજૂ કરાયું
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય બજેટમા વર્ષ 2026-27નુ બજેટ રજુ કરવામા આવ્યુ હતુ. રૂ.396 લાખની પુરાંતવાળુ બજેટ રજુ કરવામા આવ્યુ હતુ છેવાડાના માનવીને સુવિધા મળે તે પ્રકારનુ આયોજન કરવામા આવ્યુ છે. જોકે આગામી તા. 17 માર્
પોરબંદર જિલ્લા પંચાયત નું 396 લાખનું બજેટ રજૂ કરાયું.


પોરબંદર જિલ્લા પંચાયત નું 396 લાખનું બજેટ રજૂ કરાયું.


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય બજેટમા વર્ષ 2026-27નુ બજેટ રજુ કરવામા આવ્યુ હતુ. રૂ.396 લાખની પુરાંતવાળુ બજેટ રજુ કરવામા આવ્યુ હતુ છેવાડાના માનવીને સુવિધા મળે તે પ્રકારનુ આયોજન કરવામા આવ્યુ છે. જોકે આગામી તા. 17 માર્ચના રોજ પોરબંદર જીલ્લા પંચાયતની મુદત પુરી થતી હોય અને આ બોડી દ્રારા ગ્રામ્ય વિસ્તાર માટે વિકાસોલક્ષી બજેટ રજુ કરવામા આવ્યુ હતું.

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારની અધ્યક્ષતામા આજે જિલ્લા પંચાયતના સભાખંડમા વર્ષ-2026-27નુ બજેટ રજુ કરવામાં આવ્યુ હતુ બજેટને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમારના જણાવ્યા અનુસાર આ બજેટ પશુપાલન, આરોગ્ય, શિક્ષણ અને રોજગારીને ધ્યાને રાખીને બજેટ તૈયાર કરવામા આવ્યુ છે છેવાડા માનવીને ધ્યાને બજેટ તૈયાર કરવામા આવ્યુ છે તો જીલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ બજેટને લઈ એવુ જણાવ્યુ હતુ કે વિકાસ ક્ષેત્રે 102.50 લાખની જોગવાય કરવામા આવી છે. અલગ-અલગ ગ્રાન્ટની ફાળવણી કરી અને લોકોની સુખાકારીને ધ્યાને રાખી બજેટ તૈયાર કરવામા આવ્યુ છે. આજે શાંતિપૂર્ણ રીતે બજેટ રજુ કરવામા આવ્યુ હતુ હાલની બોડીનુ આ છેલ્લા બજેટમા વિકાસના અનેક કામોને પ્રધાન્ય આપવામા આવ્યુ છે. ગત વર્ષના બજેટના મોટાભાગના કામો કરવામા આવ્યા છે કેટલાક કામો ટેકનિકલ કારણોસર થયા નથી તે હવે કરવામા આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande