પોરબંદર આઈટીઆઈ ખાતે 26 ફેબ્રુઆરીના રોજ ભરતીમેળાનું આયોજન
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 26/02/2026 ના રોજ સવારે 11 કલાકે આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુઓ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા સિલ્વર સ્ટાર સ્ટે
પોરબંદર આઈટીઆઈ ખાતે 26 ફેબ્રુઆરીના રોજ ભરતીમેળાનું આયોજન


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 26/02/2026 ના રોજ સવારે 11 કલાકે આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુઓ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા સિલ્વર સ્ટાર સ્ટેરેલાઈઝર, ટાટા એ.આઈ.એ. લાઈફ ઇંસ્યોરંસ , વાઈડ વિંગ્સ સ્કુલ, રાણાવાવના તેમજ કે ટેક્ષ નોન વુવન પ્રા.લી, ધ્રોલ અને કાસ્ટ અને એલોય, રાજકોટ જિલ્લાના નોકરીદાતા હાજર રહેવાના છે. જેમાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ જેમા 10 પાસ કોઈ પણ ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, બોઈલર ઓપરેટર તેમજ આઈ.ટી.આઈ, ડિપ્લોમાં, બી.ઈ સુધીનાં રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવનાર છે.

વધુમાં વધુ યોગ્ય ઉમેદવારોને આ ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande