વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા નિવાસ-ભોજન સહિતની વ્યવસ્થા અને વહીવટી તંત્રના સુનિયોજીત આયોજનને બીરદાવતા કોચ મેનેજર અનીલ ઉગ્લે
ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.) Iઆદ્રી થી વેરાવળ સુધી યોજાયેલી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્રના સ્પર્ધકોએ પણ ભાગ લીધો છે. આદ્રી ખાતેથી યોજાયેલી બહેનોની સ્પર્ધામાં મહારાષ્ટ્રના નાસિકના સ્પર્ધક અનુજા ઉગ્લેના કોચ મે
વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા નિવાસ-ભોજન સહિતની વ્યવસ્થા


ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.)

Iઆદ્રી થી વેરાવળ સુધી યોજાયેલી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્રના સ્પર્ધકોએ પણ ભાગ લીધો છે.

આદ્રી ખાતેથી યોજાયેલી બહેનોની સ્પર્ધામાં મહારાષ્ટ્રના નાસિકના સ્પર્ધક અનુજા ઉગ્લેના કોચ મેનેજર અને મેન્ટોર અનીલ ઉગ્લેએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સરકારની સુવિધાઓને વખાણી હતી.

અનીલ ઉગ્લેએ જણાવ્યું હતું કે, વીર સાવરકર તરણ સ્પર્ધામાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ તમામ માપદંડને અનુરૂપ વ્યવસ્થા ઉભી કરી છે.

ટ્રેનમાંથી ઉતર્યા બાદથી લઈ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તેમજ નિવાસ તથા ભોજનની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ છે.

હું વીસ વર્ષથી વિવિધ સ્થળોએ તરણ સ્પર્ધામાં સંકળાયેલો છું. પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે સ્પર્ધકો અને તેમની સાથે આવેલા વાલીઓ માટે પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જણાવી તેમણે વહીવટી તંત્રના સુનિયોજીત આયોજનને બીરદાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande