બારડોલી ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘બાલિકા પંચાયતના’ તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની તાલીમનો શુભારંભ
સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.): બારડોલીના સિનીયર સીટીઝન ક્લબ હોલ ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘બાલિકા પંચાયતના’ તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમનો શુભારંભ કરાયો છે. સુરતની મહિલા અને બાળ અધિકારી કચેરી, ICDS શાખા
Surat


સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.): બારડોલીના સિનીયર સીટીઝન ક્લબ હોલ ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘બાલિકા પંચાયતના’ તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમનો શુભારંભ કરાયો છે.

સુરતની મહિલા અને બાળ અધિકારી કચેરી, ICDS શાખા અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તાલીમ અંતર્ગત 68 જેટલી મુખ્ય સેવિકાઓને સ્પર્ધા અને રમત-ગમતના માધ્યમથી વિવિધ વિષયો અંગે તાલીમ આપવામાં આવશે.

જેમાં બાલિકા પંચાયતમાં સમાવિષ્ટ યુવા કિશોરીઓને કિશોરાવસ્થામાં આવતા પડકારો અને બદલાવ, જીવનકૌશલ્ય, બાળલગ્ન, ગર્ભપરીક્ષણ તેમજ જાતિગત ભેદભાવો સહિતની સમસ્યાઓ અંગે યોગ્ય શિક્ષણ પૂરું પાડવાની તાલીમ અપાશે.

આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડી.પી.વસાવા, ફિલ્ડ ઓફિસરશ્રી વિક્રમભાઈ પટેલ, વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ, પૂર્ણા કન્સલ્ટન્ટ સહિત મુખ્યસેવીકા બહેનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande