વરેઠા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ, ખેડૂતોને મળ્યું માર્ગદર્શન
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વરેઠા ગામ ખાતે નોન મિશન અંતર્ગત જિલ્લા અંદરની પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વૈજ્ઞાનિક તેમજ
વરેઠા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ, ખેડૂતોને મળ્યું માર્ગદર્શન


વરેઠા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ, ખેડૂતોને મળ્યું માર્ગદર્શન


મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વરેઠા ગામ ખાતે નોન મિશન અંતર્ગત જિલ્લા અંદરની પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી માર્ગદર્શનનો લાભ લીધો હતો.

તાલીમ દરમિયાન ગ્રામસેવક રિતેશભાઈ ઇલાસરિયા અને માર્કેટિંગ કન્સલ્ટન્ટ પૃથ્વીબેન ગૌસ્વામી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે જમીનની ઉપજ ક્ષમતા જાળવવા, રાસાયણિક ખાતરોના ઉપયોગને ટાળવા, દેશી ઇનપુટ્સનો ઉપયોગ કરવા તેમજ ખેતી ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓ સમજાવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની તંદુરસ્તી જાળવી રાખી લાંબા ગાળે સારો લાભ મેળવી શકાય છે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તાલુકા સહસંયોજક ગીતેશભાઈ જોષી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને પર્યાવરણનું સંરક્ષણ પણ શક્ય બને છે. આ તાલીમ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande