વોકલ ફોર લોકલના મંત્રને જીવનમાં ઉતારી નર્મદા જિલ્લાના ખેડૂતો માટે માર્ગદર્શક બન્યા રીકેશ બારીયા
- તિલકવાડા તાલુકાના ખેડૂત રીકેશભાઈ પ્રાકૃતિક ખેતી અને ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બન્યા - તુવેર દાળ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી કઠોળ અને દાળ પ્રોસેસિંગને નવી દિશા આપી રાજપીપલા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : દેશ આજે ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે આત્મનિર્ભર
વોકલ ફોર લોકલના મંત્રને જીવનમાં ઉતારી નર્મદા જિલ્લાના ખેડૂતો માટે માર્ગદર્શક બન્યા રીકેશ બારીયા


વોકલ ફોર લોકલના મંત્રને જીવનમાં ઉતારી નર્મદા જિલ્લાના ખેડૂતો માટે માર્ગદર્શક બન્યા રીકેશ બારીયા


વોકલ ફોર લોકલના મંત્રને જીવનમાં ઉતારી નર્મદા જિલ્લાના ખેડૂતો માટે માર્ગદર્શક બન્યા રીકેશ બારીયા


- તિલકવાડા તાલુકાના ખેડૂત રીકેશભાઈ પ્રાકૃતિક ખેતી અને ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બન્યા

- તુવેર દાળ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી કઠોળ અને દાળ પ્રોસેસિંગને નવી દિશા આપી

રાજપીપલા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : દેશ આજે ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. આ વિચાર આપણા ગામડાં, ખેડૂત અને સ્થાનિક ઉત્પાદનોને મજબૂત બનાવતું એક મજબૂત આંદોલન છે. જ્યારે ખેડૂત પોતાની જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી પાક ઉગાડે, ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરે અને સ્થાનિક બજારમાં સીધું વેચાણ કરે ત્યારે ‘વોકલ ફોર લોકલ’ સાચા અર્થમાં સાકાર થાય છે.

આવી જ એક પ્રેરણાદાયી સફર… જ્યાં પ્રકૃતિ સાથેનો સંવાદ, પરંપરાગત જ્ઞાન અને સ્થાનિક બજારની શક્તિ મળીને સર્જે છે સફળતાની નવી ગાથા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત રીકેશ બારીયાએ આ વિચારને હકીકતમાં બદલી નાખ્યો છે.

વર્ષ 2016થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવનાર રીકેશભાઈએ માત્ર ખેતી જ નહીં, પણ ‘જય હરસિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ’ નામે મૂલ્યવર્ધક ગૃહ ઉદ્યોગ ઊભો કર્યો છે. જે આજે સ્થાનિક બજારમાં વિશ્વાસનું પ્રતિક બન્યું છે.

રીકેશભાઈ કહે છે, “આપણે બાપ-દાદાની પરંપરાગત ખેતી તરફ પાછા વળવું જોઈએ. રાસાયણિક ખોરાક અનેક બીમારીઓનું કારણ બને છે. શુદ્ધ આહાર જ સ્વસ્થ જીવનનો આધાર છે.”

ઘરે બેઠા હળદર (₹300 પ્રતિ કિલો) અને મરચું પાવડર(400 રૂપિયે કિલો)સુધીનું વેચાણ કરી આર્થિક સમૃદ્ધિ કેળવી રહ્યા છે. માત્ર એક વીઘા જમીનમાં હળદર અને એક વીઘામાં મરચાની ખેતી થકી વર્ષે અંદાજે રૂપિયા 3 લાખની આવક મેળવે છે. આ છે ઝીરો બજેટ ખેતીનો કમાલ.

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં જ્યાં ઘણા લોકોનો રોજગાર બંધ થયો, ત્યાં રીકેશભાઈએ તુવેર દાળ પ્રોસેસિંગ યુનિટ ખરીદી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. રાજ્ય સરકાર તરફથી રૂપિયા 1.20 લાખની સહાય મેળવી તેમણે કઠોળ અને દાળ પ્રોસેસિંગને નવી દિશા આપી છે.

નર્મદા જિલ્લામાં આત્મા (ATMA) પ્રોજેક્ટ સાથે સહ-સંયોજક અને માસ્ટર ટ્રેનર તરીકે તેઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે તાલીમ આપે છે. તેમને જિલ્લા કક્ષાએ રૂપિયા 25,000 અને તાલુકા કક્ષાએ રૂપિયા 10,000 ના પુરસ્કાર પણ એનાયત થયા છે.

હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના મોડેલ ફાર્મની મુલાકાત બાદ તેમણે આ પદ્ધતિઓ પોતાના ખેતરમાં સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી. મહારાષ્ટ્રમાં સંતરા અને દ્રાક્ષની ખેતી અંગે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. હાલમાં તેમના ખેતરમાં સરગવો, લીંબુ, જામફળ, લીચી જેવા ફળો સાથે રીંગણ, પાલક અને ચોળી જેવા શાકભાજીનું પણ સફળ વાવેતર થાય છે.

રીકેશભાઈ અંતમાં કહે છે કે, પ્રાકૃતિક કૃષિ માત્ર રાસાયણિક મુક્ત ખેતી નથી, પરંતુ સ્વસ્થ સમાજ, સ્વાવલંબન અને ગ્રામ વિકાસનું મજબૂત પગથિયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande