મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી
ભાવનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીને આવક અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે. લાલ ડુંગળી ખરીદનાર વેપારીઓ તરફથી બારદાનમાં ડુંગળી મંગાવવા રજૂઆત કરવામાં આવેલ જે શક્ય ન હોવાથી લુઝ કરી આપવા સંમતિ આપેલ હત
મહુવા માર્કેટિંગ યાર્ડ


ભાવનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીને આવક અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે. લાલ ડુંગળી ખરીદનાર વેપારીઓ તરફથી બારદાનમાં ડુંગળી મંગાવવા રજૂઆત કરવામાં આવેલ જે શક્ય ન હોવાથી લુઝ કરી આપવા સંમતિ આપેલ હતી. પરંતુ તેના નિયમો બાબતે યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ આગામી તારીખ 01/03 પ્લાસ્ટિક બારદાનમાં લાલ ડુંગળી ખરીદવાની ના પાડેલ છે આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી તારીખ.02/03 ચોક્કસ મુદત માટે લાલ ડુંગળી ની હરાજી બંધ કરવામાં આવી છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળી ની આવકને પ્રવેશ આપવામાં આવશે નહીં.

યાર્ડ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળીની આવકને પ્રવેશ આપવામાં આવશે નહીં. ખેડૂતોને અનાવશ્યક પરેશાની ન થાય તે માટે અગાઉથી જ સૂચના આપવામાં આવી છે કે લાલ ડુંગળી યાર્ડ ખાતે લાવવા ટાળવી.

આ નિર્ણયથી ખાસ કરીને લાલ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફટકો લાગી શકે છે, કારણ કે હાલના સમયમાં બજારમાં વેચાણ માટે યાર્ડ મુખ્ય કેન્દ્ર ગણાય છે. ખેડૂતોએ વહેલી તકે યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande