પોરબંદર પીજીવીસીએલ સર્કલ દ્વારા ડીસકનેક્શનની મેગા ડ્રાઇવ યોજાઇ
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર પીજીવીસીએલ સર્કલ હેઠળ આજે વીજ કનેક્શન કાપો મેગડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સહીત સૌરાષ્ટ્રમાં બાકી બીલો ધરાવતા ગ્રાહકોને વીજ કનેક્શન કાપવા આજે પીજીવીસીએલની ફૌજ મેદાને ઉતરી હતી. તેમાં પોરબંદર સર્ક
પોરબંદર સર્કલ દ્વારા ડીસકનેક્શનની મેગા ડ્રાઇવ યોજાઇ.


પોરબંદર સર્કલ દ્વારા ડીસકનેક્શનની મેગા ડ્રાઇવ યોજાઇ.


પોરબંદર સર્કલ દ્વારા ડીસકનેક્શનની મેગા ડ્રાઇવ યોજાઇ.


પોરબંદર સર્કલ દ્વારા ડીસકનેક્શનની મેગા ડ્રાઇવ યોજાઇ.


પોરબંદર સર્કલ દ્વારા ડીસકનેક્શનની મેગા ડ્રાઇવ યોજાઇ.


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર પીજીવીસીએલ સર્કલ હેઠળ આજે વીજ કનેક્શન કાપો મેગડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સહીત સૌરાષ્ટ્રમાં બાકી બીલો ધરાવતા ગ્રાહકોને વીજ કનેક્શન કાપવા આજે પીજીવીસીએલની ફૌજ મેદાને ઉતરી હતી. તેમાં પોરબંદર સર્કલ હેઠળ 58551 ગ્રાહકોના 40 કરોડના બીલો બાકી છે તેવા ગ્રાહકોના વીજ કનેક્શન સવારે 9 વાગ્યાથી કાપવાના શરુ કરવામાં આવ્યા છે. મોડી સાંજ સુધી આ કામગીરી ચાલુ રહેશે. પોરબંદર શહેર,ગ્રામ્ય માંગરોળ તથા કેશોદ ડિવિઝન હેઠળ આવતા સરકારી કે બિન સરકારી કચેરી તેમજ અન્ય ગ્રાહકો મળી 40 કરોડના બિલો પીજીવીસીએલના બાકી છે જેથી લેણું ઘટાડવા સૌરાષ્ટ્રભરમાં ડ્રાઈવ ચાલી રહી છે. પોરબંદર પીજીવીસીએલના જણાવ્યા મુજબ પોરબંદર પીજીવીસીએલ સર્કલ હેઠળ 410 ટિમ વીજ કનેક્શન કાપવા આ કામગીરી કરી રહી છે. સૌથી વધુ બાકી બીલો શહેરમાં ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ બાકી હોવાથી 24 ટિમો મુકવામાં આવી છે. ગ્રાહકોના 6 માસ, 8 મહિના, 4 મહિનાના બીલો બાકી હોય તેવા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. સ્થળ પર કોઈ પણ રકમ સ્વીકારવામાં આવતી નથી તે પ્રકારનું આયોજન કરાયું છે. વીજ જોડાણ ફરીથી કાર્યરત કરવા ગ્રાહકે કચેરીએ જવું પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande