ગાંધીનગરના રાયસણમાં મજૂરની હત્યા બાદ લાશ ઝાડે લટકાવતાં ચકચાર, પોલીસની તપાસ તેજ
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલ ટેક્સાસ કન્સ્ટ્રક્શન સાઇટ નજીક આંબાવાડી ફાર્મહાઉસમાંથી 40 વર્ષીય મજૂરની ગળે ટૂંપો આપી ઝાડ સાથે લટકાવેલી લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ સ્ટે
મૃતક


ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલ ટેક્સાસ કન્સ્ટ્રક્શન સાઇટ નજીક આંબાવાડી ફાર્મહાઉસમાંથી 40 વર્ષીય મજૂરની ગળે ટૂંપો આપી ઝાડ સાથે લટકાવેલી લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ અજાણ્યા શખ્સોએ પહેલા ગળે ટૂંપો આપી હત્યા કરી બાદમાં લાશને ઝાડે લટકાવી આપઘાતનો બનાવ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસે છથી વધુ શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં રાયસણની ટેક્સાસ રિપોર્ટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટની લેબર કોલોનીમાં રહેતા જગદેવ સહદેવભાઈ પાસવાન (ઉ.વ. 40) મજૂરી કામ કરતા હતા. મહત્વનું છે કે તેઓ માત્ર એક દિવસ પહેલાં જ કામ માટે અહીં આવ્યા હતા. તેમની પત્નીનું કોરોનાકાળ દરમિયાન અવસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં પીઆઇ વી.આર. ખેરે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતકના હાથ પાછળ બાંધેલા જોવા મળતાં હત્યાની આશંકા મજબૂત બની હતી. મૃતકના રૂમની તલાશી દરમિયાન જે ગમછાથી ગળે ટૂંપો આપવામાં આવ્યો હતો તે સાથે રહેતા રાજ નામના યુવકનો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પોતાના સગાસંબંધીઓ સાથે લેબર કોલોનીમાં રહેતો હતો. 24 ફેબ્રુઆરીની રાત્રે અજાણ્યા શખ્સો તેને લેબર કોલોની પાસેથી સી.કે. પટેલ આંબાવાડી ફાર્મ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં લાલ રંગના કપડાથી હાથ બાંધી ગળે ટૂંપો આપી વૃક્ષ સાથે લટકાવી દેવામાં આવ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના પાછળનું કારણ અને સંડોવાયેલા આરોપીઓ અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande