પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હોળીના દિવસે નક્કી થશે
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વેપારી સંસ્થાનો વિવાદ વધતો જઈ રહ્યો છે. રાજકોટ ચેરિટી કમિશ્નરે જીગ્નેશ કારિયા તથા નલિન કાનાણીને સાંભળ્યા હતા. બાદ પણ બંને પક્ષ પોતાનું જોર લગાવી રહ્યા છે. મહાશિવરાત્રીના દિવ
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કોણ હોળીના દિવસે નક્કી થશે.


પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કોણ હોળીના દિવસે નક્કી થશે.


પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કોણ હોળીના દિવસે નક્કી થશે.


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વેપારી સંસ્થાનો વિવાદ વધતો જઈ રહ્યો છે. રાજકોટ ચેરિટી કમિશ્નરે જીગ્નેશ કારિયા તથા નલિન કાનાણીને સાંભળ્યા હતા. બાદ પણ બંને પક્ષ પોતાનું જોર લગાવી રહ્યા છે.

મહાશિવરાત્રીના દિવસથી ટ્રસ્ટીઓ વચ્ચેની લડાઈ સત્તા માટે ચાલી રહી છે. ટ્રસ્ટીઓ વચ્ચેની લડાઈમાં સંસ્થાની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો હોવાનું કહેવાય છે. ટ્રસ્ટીઓ વચ્ચેની તુતુ-મેમે કમલાબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને આક્ષેપ બાજી થયા બાદ જીગ્નેશ કરિયાએ નલિન કાનાણી સહિતના સામે ચેમ્બરના તાળા તોડવા સહિતના મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બાદ ચૂંટણી અધ્યક્ષના સ્થાને મીટીંગનું આયોજન કરી ચૂંટણીની તારીખ 24 ને બદલે 28 ફેબ્રુઆરી છે તેવું વોટ્સએપ પ્રેસનોટના માધ્યમથી જીગ્નેશ કરિયાએ જણાવ્યું હતું. ત્યારે તેના નિવેદન પર ટ્રસ્ટી નલિન કાનાણીએ ચેમ્બરના લેટરપેડ પર ચૂંટણીને ગેરકાયદે ગણાવી ચૂંટણી સ્થાગિત છે અને વેપારીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું ત્યારે ગઈ કાલે રાજકોટ ચેરિટી કમિશ્નરે જીગ્નેશ કારિયા તથા નલિન કાનાણીને સાંભળ્યા હતા પરંતુ રાજકોટ ચેરિટી કમિશનર પાસે પહોંચ્યા બાદ પણ બંને પક્ષની વ્હોટ્સએપના માધ્યમથી નિવેદનબાજી ચાલી રહી છે અને આક્ષેપ-પ્રયત્નેપ કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande