આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં ઉગ્ર પ્રદર્શન, તોડફોડ-આગચંપી; પોલીસ લાઠીચાર્જ, અનેક ઘાયલ
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં ગુરુવારે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS)ના પ્લાન્ટમાં કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું. પગાર વધારો અને અન્ય પડતર માંગણીઓને લઈને શરૂ થયેલું આંદોલન જોતજોતામાં બે
AM/NS प्लांट में उग्र प्रदर्शन


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં ગુરુવારે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS)ના પ્લાન્ટમાં કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું. પગાર વધારો અને અન્ય પડતર માંગણીઓને લઈને શરૂ થયેલું આંદોલન જોતજોતામાં બેકાબૂ બન્યું હતું, જેમાં મોટા પાયે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે.

માહિતી મુજબ, SMP-3 પ્રોજેક્ટ સાઇટ પર કાર્યરત L&Tના અંદાજે 5000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારો અને કામના કલાકોમાં વધારા અંગે નારાજ હતા. આ દરમિયાન હરિયાણાના પાણીપતની એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કર્મચારીઓમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને પરિસ્થિતિ અચાનક વિસ્ફોટક બની ગઈ હતી.

10થી વધુ વાહનોને નુકસાન, અનેકને લગાવી આગ

ઉગ્ર બનેલી ભીડે પ્લાન્ટમાં પાર્ક કરાયેલા 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી અને કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી. કંપનીની ફાયર ફાઇટર ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે અનેક બાઇકો સળગાવી દેવામાં આવી હતી. પ્લાન્ટના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર લાગેલા આધુનિક મશીનો પણ તોડી નાખવામાં આવ્યા હતા.

કામકાજ ઠપ, અફરાતફરીનો માહોલ

પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર સાથે પ્લાન્ટનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું હતું, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. કર્મચારીઓનો ગુસ્સો એટલો વધ્યો કે તેઓ ઓફિસમાં ઘૂસી ફર્નિચર સહિત અન્ય સામાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

250થી વધુ પોલીસ જવાનો તૈનાત, લાઠીચાર્જ

પરિસ્થિતિ કાબૂમાં લેવા DCP શેફાલી બરવાલ, હજીરા PI સહિત 250થી વધુ પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સમજાવવાના પ્રયાસો નિષ્ફળ જતા ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હાલાત કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, વોટ્સએપ પર વાયરલ થયેલા એક વીડિયાના કારણે કર્મચારીઓમાં આક્રોશ વધ્યો અને વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું.

આ ઘટનાની વચ્ચે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન જાહેર થતા જ તે તમામ નિયમોનો તાત્કાલિક અમલ કરવામાં આવશે.

હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હિંસામાં સામેલ તત્વોની ઓળખ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.ઘટના બાદ હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે અને પ્રશાસન સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande