ગાંધીનગર ખાતે એન્ટીમાઇક્રોબિયલ સ્ટિવર્ડશિપ પ્રોગ્રામ પર પ્રાદેશિક ઓરિએન્ટેશન વર્કશોપ સંપન્ન
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે એન્ટીમાઇક્રોબિયલ સ્ટિવર્ડશિપ પ્રોગ્રામ (AMSP) ના અસરકારક અમલીકરણ માટે જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના પ્રતિનિધિઓ માટે પ્રાદેશિક ઓરિએન્ટેશન વર્કશોપ યોજવામાં
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે એન્ટીમાઇક્રોબિયલ સ્ટિવર્ડશિપ પ્રોગ્રામ (AMSP) ના અસરકારક અમલીકરણ માટે જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના પ્રતિનિધિઓ માટે પ્રાદેશિક ઓરિએન્ટેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

વર્કશોપમાં ફાર્માકોલોજી વિભાગના વડા ડૉ. દર્શન જે. દવેએ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) ને 'સાયલન્ટ પેન્ડેમિક' ગણાવતા તેના વૈશ્વિક, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના આંકડાઓ રજૂ કર્યા હતા.તો, AMSP કમિટીના મેમ્બર સેક્રેટરી ડૉ. અમિત એમ. શાહ દ્વારા SAPCARG ના લક્ષ્યો અને AMSP ને હોસ્પિટલ સ્તરે કેવી રીતે અસરકારક બનાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વિશેષ ટેકનિકલ સત્રોમાં ડૉ. નીતા ખોખરે AMR સર્વેલન્સ અને એન્ટીબાયોટિક પોલિસી અને એન્ટિબાયોગ્રામના મહત્વ વિશે સમજણ આપી હતી. ડૉ. પાયલ રાવલે જિલ્લા સ્તરે AMR ટેસ્ટિંગમાં આવતા ઓપરેશનલ પડકારો અને તેને સુધારવાની દિશા પર ભાર મૂક્યો હતો.

ઇન્ફેક્શન કન્ટ્રોલ (IPC) વિશે વિસ્તૃત સમજાવતા ડૉ. પારુલ પટેલે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન રોકવામાં IPC પ્રોટોકોલની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ એન્ટીમાઈક્રોબિયલના તર્કબદ્ધ વપરાશના અભ્યાસ (Consumption Studies) ની જરૂરિયાત પર ડૉ. અમિત શાહે પ્રકાશ પાડ્યો હતો.

આ વર્કશોપ દ્વારા જિલ્લા સ્તરે AMSP ને મજબૂત બનાવવા અને AMR સામેની લડતમાં આરોગ્ય અધિકારીઓની ક્ષમતા વધારવા માટે એક સાર્થક મંચ પૂરો પાડવામાં આવ્યો છે. કાર્યક્રમનું સમાપન પ્રશ્નોત્તરી અને નિષ્ણાતો સાથેની ખુલ્લી ચર્ચા સાથે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડૉ. એ.એમ. કાદરી, ગાંધીનગરના અસિસ્ટન્ટ RDD ડૉ. કાનન શુક્લા, GMERS ના ડીન ડૉ. અંકુર ઝાલાવાડિયા અને તબીબી અધિક્ષક ડૉ. મીતા પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande