પંજાબના વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસએ અમદાવાદથી દબોચ્યો
- પંજાબ થઈ નેપાળ-બિહાર પછી ગુજરાત આવ્યો અમદાવાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત એટીએસ એ હાલ શહેરના રખિયાલ વિસ્તારમાંથી પંજાબના મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વોન્ટેડ આરોપી પંજાબમાં ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર તસ્ક
પંજાબના વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસએ અમદાવાદથી દબોચ્યો


- પંજાબ થઈ નેપાળ-બિહાર પછી ગુજરાત આવ્યો

અમદાવાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત એટીએસ એ હાલ શહેરના રખિયાલ વિસ્તારમાંથી પંજાબના મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વોન્ટેડ આરોપી પંજાબમાં ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર તસ્કરીના કેસમાં સંડોવાયેલો છે, જે છેલ્લા થોડા સમયથી ફરાર હતો અને હાલ તે અમદાવાદ શહેરમાં હોવાની માહિતી મળી હતી. જે બાદ ગુજરાત એટીએસ એ આ કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત એટીએસ એ પાકિસ્તાન બોર્ડરથી હેરોઇન અને હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલ પંજાબમાં સપ્લાય કરતા રહેમત અલી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમૃતસરના કેસમાં એક મહિનાથી ફરાર થઈ ગયો હતો. તે બિહાર થઈને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદના રખિયાલમાં રોકાયો હતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરવાનો હતો.

એટીએસએ આરોપીની ધરપકડ કરી પંજાબ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનના હેરોઇન, ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહેમત અલી શેખ પંજાબથી ભાગીને બિહાર થઈને અમદાવાદમાં આવ્યો છે. એના આધારે તપાસ કરીને એટીએસએ રખિયાલ ખાતેથી રહેમત અલી શેખની એમ્બ્રોઇડરીના કારખાનામાંથી ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે રહેમત અલી મોટા નાર્કોટિક્સ અને ગ્રેનેડ પિસ્તોલ નેટવર્કનો એક ભાગ છે. આરોપીએ જાન્યુઆરીમાં હેરોઇન તેમજ હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલના કન્સાઇનમેન્ટ પાકિસ્તાનની પંજાબ બોર્ડરથી લઈને પંજાબના અન્ય વ્યક્તિઓને આપ્યાં હતાં. એે અંગે અમૃતસર જિલ્લાના રાજા સાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી, જેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ મળ્યાં હતાં. બે આરોપી પકડાતાં રહેમત અલી પંજાબથી નાસી ગયો હતો. આરોપી પંજાબથી ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો. ત્યાર બાદ બિહાર થઈ ગુજરાતના અમદાવાદમાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande