અંબાજી માં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા નો શુભારંભ થયો, સ્થાનિક સહિત તમામ પરીક્ષાર્થી માટે બન્ને ટાઇમ નિશુલ્ક ભોજન વ્યવસ્થા
અંબાજી, 26 ફેબ્રુઆરી (હિ.સ.)યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સહીત વાલીઓ માં ભારે ઉતેજના જોવા મળી હતી આજે બોર્ડ ની પરીક્ષા ના પ્રથમ દિવસે અધિક કલેકટર અને મંદિર ના વહીવટદાર કૌશિક મોદી અને અંબાજી ના મહિલા સરપંચ કલ્પના પટે
Ambaji ma bord ni pariksha sharu


Ambaji ma bord ni pariksha sharu


Ambaji ma bord ni pariksha sharu


Ambaji ma bord ni pariksha sharu


Ambaji ma bord ni pariksha sharu


અંબાજી, 26 ફેબ્રુઆરી (હિ.સ.)યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સહીત વાલીઓ માં ભારે ઉતેજના જોવા મળી હતી આજે બોર્ડ ની પરીક્ષા ના પ્રથમ દિવસે અધિક કલેકટર અને મંદિર ના વહીવટદાર કૌશિક મોદી અને અંબાજી ના મહિલા સરપંચ કલ્પના પટેલ એ માતાજી નો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ અપાયો હતો જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતાર સાથે એક પછી એક સંસ્કૃત પાઠશાળા ના ઋષિકુમારો પાસે કુમકુમ તિલક કરાવી પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ મેળવ્યો હતો સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિ થી પરીક્ષા આપી શકે અને કોઈપણ જાત ની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિષર CCTV કેમેરા થી સજ્જ કરી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જયારે પરીક્ષાખંડ ના સુપરવાઈઝરો ને પણ ચીઠી ખોલી ને પરીક્ષાખંડ ની ફાળવણી કરવામાં આવી હતી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અંબાજી વિસ્તાર માં પરીક્ષા કેન્દ્રો ઉપર 700 જેટલા બાળકો પરીક્ષા આપશે જયારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પહેલા બહારથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન ની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પણ હવે ભોજનલાય સદંતર નિઃશુલ્ક કરી દેવાતા ફ્રી ભોજન નો લાભ સ્થાનિક વિધાર્થીઓ પણ લઇ શકશે

જ્યારે આજે સૌ પ્રથમ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પણ સહેજ ડર જેવું મહેસુસ થતુ હતું, પણ વિદ્યાર્થીઓએ જણાવ્યા પ્રમાણે પૂરતી મહેનત કરી હોવાથી પોતે કોઈપણ જાતનો ડર મહેસૂસ કરી રહ્યા નથી

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande