ડિંડોલીમાં છઠ તળાવ ગાર્ડનમાં યુવક પર તીક્ષણ હથિયારથી હુમલો
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ ડીંડોલીમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં બેઠો હતો ત્યારે ચાર ઈસમોએ તેમની પાસે આવી તેમને એલફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ ચાર પૈકી એક ઈસમે પોતાની પાસેન
Knife


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ ડીંડોલીમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં બેઠો હતો ત્યારે ચાર ઈસમોએ તેમની પાસે આવી તેમને એલફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ ચાર પૈકી એક ઈસમે પોતાની પાસેનું ચપ્પુ કાઢી યુવકને પીઠના ભાગે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવકે આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં ફ્લાવર ગાર્ડન પાસે શ્રીકૃષ્ણ હેરિટેજમાં રહેતો 21 વર્ષીય સચિન ભાવસાહેબ બાબુલ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. ગત તારીખ 24/2/2026 ના રોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં સચિન ડીંડોલી વિસ્તારમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં બેઠો હતો. આ સમયે વિક્રમ, જય, કરણ અને ગણેશ નામના ચાર યુવકો તેમની પાસે આવ્યા હતા અને સચિનને ઢોર માર મારી એલ ફેલ ગાળો આપી હતી. એટલું જ નહીં પરંતુ ચાર પૈકી એક વ્યક્તિએ પોતાની પાસેનું તીક્ષણ હથિયાર કાઢી સચિનને પીઠના ભાગે ઘા મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે બનાવને પગલે સચિને ડીંડોલી પોલીસ મથકમાં ચારેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande