



પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)દિલ્હી ખાતે આયોજિત AI summit માં કોંગ્રેસ યુથ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશ ને હાસ્યસ્પદ કહીને પોતાની દેશ વિરોધી માનસિકતા ફરી સાબિત કરી છે.
આ દેશ વિરોધી માનસિકતા વાળા રાહુલ ગાંધીના વિરોધમાં પોરબંદર ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ખ્યાતિબેન લોઢારી, જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી કીર્તિબેન પુરોહિત, શહેર ભાજપ મહિલા મંડલ ના પ્રમુખ ભારતીબેન ચામુડિયા (ભટ્ટ), જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સવિતાબેન કુહાડા અને નિકિતાબેન ટેવાણી, પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય જ્યોતિબેન મસાણી, જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ રિદ્ધિબેન અત્રી શહેર ભાજપ ઉપપ્રમુખ ભારતીબેન ગોહેલ, પૂર્વ કાઉન્સિલર લીલાબેન મોતીવરસ, સરોજબેન કક્કડ, જ્યોત્સનાબા રાણા, ભાનુબેન જુંગી, દક્ષાબેન ભાદ્રેચા સાથે નિર્મળાબેન કોટિયા, મણિબેન ઓડેદરા, હંસાબેન તુંબડીયા, જ્યોતિબેન આસોડિયા સાથે બહોળી સંખ્યા મા કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya