“બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત બાલિકા પંચાયત માસ્ટર ટ્રેનરો માટે ત્રિ-દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ
- તાલીમ દરમિયાન દીકરીઓના સશક્તિકરણ અને ગ્રામિણ વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી વધારવા માટે પ્રેરણાત્મક સત્રો યોજાયા - કિશોરીઓને સશક્ત બનાવી સમાજ અને ગામના સર્વાંગી વિકાસની દિશામાં પ્રેરિત કરવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, નર્મદા દ્વારા તાલીમનુ
“બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત બાલિકા પંચાયત માસ્ટર ટ્રેનરો માટે ત્રિ-દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ


- તાલીમ દરમિયાન દીકરીઓના સશક્તિકરણ અને ગ્રામિણ વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી વધારવા માટે પ્રેરણાત્મક સત્રો યોજાયા

- કિશોરીઓને સશક્ત બનાવી સમાજ અને ગામના સર્વાંગી વિકાસની દિશામાં પ્રેરિત કરવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, નર્મદા દ્વારા તાલીમનું કરાયું સુચારૂ આયોજન

રાજપીપલા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, નર્મદા દ્વારા બાલિકા પંચાયત સભ્યોને અસરકારક રીતે તાલીમ આપી શકે તે માટે પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપીપલામાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે 23 થી 25 ફેબ્રુઆરી દરમિયાન

યોજાયેલ આ તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ દ્વારા તૈયાર કરાયેલ મોડ્યુલ અને ગાઈડલાઈન 2.0 મુજબ સફળતાપૂર્વક યોજાઈ હતી.

તાલીમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર કલ્પેશ

ગેલોત, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન યોજનાના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર પ્રણય એરડા, જેન્ડર સ્પેશિયાલીસ્ટ હેમંતકુમાર ચૌધરી, કેશુ વસાવા, આઈ.સી.ડી.એસ. વિભાગના પૂર્ણા કન્સલ્ટન્ટ વનિતા વસાવા, મુખ્ય સેવિકા સોભા મકવાણા તેમજ સંગીતાબેન ચિત્રોડિયા દ્વારા

માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.

ત્રણ દિવસીય તાલીમ શિબિર દરમિયાન કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે, પંચાયતી રાજ

પ્રણાલી અંગે સમજ વધે અને સામાજિક પ્રશ્નો પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તદ્દ-ઉપરાંત, દીકરીઓના સશક્તિકરણ અને ગ્રામિણ વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી વધારવા માટે પ્રેરણાત્મક સત્રો યોજાયા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓને સશક્ત બનાવી સમાજ અને ગામના સર્વાંગી વિકાસમાં

તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની દિશામાં પ્રેરિત કરવાનો હતો. જેનુ આયોજન જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, નર્મદા દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande