પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ.
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી.-2026 તેમજ એચ.એસ.સી. (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાઓનો પોરબંદર જિલ્લામાં આજથી વિધિવત પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર,
પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ.


પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી.-2026 તેમજ એચ.એસ.સી. (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાઓનો પોરબંદર જિલ્લામાં આજથી વિધિવત પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. જે.વી. ગોઢાણીયા ગર્લ્સ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તથા જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુષ્પ અને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, બિલ્ડિંગ કંડક્ટરઓ અને સ્ટાફ દ્વારા પણ પરીક્ષાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પેપર લખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, ચમ મેમોરિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી અને એસ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર એસ.એચ. સોનીની હાજરીમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિક જે.વી. પ્રશ્નાણી, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કમલ પાઉ અને આચાર્ય સુનયનાબેન ડોગરાએ પણ પરીક્ષાર્થીઓનો ભય દૂર થાય તે રીતે તેમનું અભિવાદન કર્યું હતું.

તદુપરાંત,બાલુબા કન્યા વિદ્યાલય ખાતે મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ તથા એચ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર નમ્રતાબા વાઘેલાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પોરબંદર જિલ્લામાં પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની રૂબરૂ મુલાકાતને કારણે વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યે હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande