પોરબંદરમાં ભાઈ એ ભાઈ સાથે કરી છેતરપીંડી.
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લામા છેતરપીંડીના બનાવો સામાન્ય બની ગયા છે. અજાણ્યા શખ્સો દ્રારા છેતરપીંડી કરવામા આવતી હોય છે પરંતુ લોહિના સંબધમા છેતરપીંડીના કેસ સામે આવી રહ્યા છે પોરબંદરમા મોટાભાઇએ નાના ભાઈની રૂ.13 લાખની કિંમતની બોટ ખોટા દ
પોરબંદરમાં ભાઈ એ ભાઈ સાથે કરી છેતરપીંડી.


પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લામા છેતરપીંડીના બનાવો સામાન્ય બની ગયા છે. અજાણ્યા શખ્સો દ્રારા છેતરપીંડી કરવામા આવતી હોય છે પરંતુ લોહિના સંબધમા છેતરપીંડીના કેસ સામે આવી રહ્યા છે પોરબંદરમા મોટાભાઇએ નાના ભાઈની રૂ.13 લાખની કિંમતની બોટ ખોટા દસ્તાવેજ બનાવી અને વહેંચી મારતા આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નટવર ચોક શાક માર્કેટમાં રહેતા પ્રકાશ પાંચા સોલંકીએ તેનાજ ભાઈ પરસોતમ સોલંકી તેમજ નોટરી હેતલબને વાજા તથા કપીલ હરસોલા, પરાગ પરમાર સામે કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ આરોપીઓએ ફરીયાદી પ્રકાશની જાણ બહાર તેની રામદેવ કૃપા બોટ રજી.જીજે.25.એમએમ.2280 બોટની માલીકી ટ્રાન્સફર કરવા માટે બોટના વેચાણ દસ્તાવેજમાં વેચનાર તથા ખરીદનારની ખોટી સહીઓ કરી ખોટો દસ્તાવેજ બનાવી ફિશરિઝ ઓફીસમાં ખરા તરીકે ઉપયોગ કરી વેચાણની રકમ 13 લાખ મેળવી લીધા હોવાના આરોપ સાથે ફરીયાદ નોંધાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande