
જામનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) :જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ મહેશ્વર વસંતભાઈ રાઠોડે સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલો હતો, અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો.
જેથી સોસાયટીના વકીલ દ્વારા નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - 138 અન્વયે આરોપી વિરૂદ્ધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. અને સમન્સ મળતાં આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલા હતો.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો, અને આરોપીને 6 માસની જેલની સજા તેમજ રકમ રૂ.30,600 નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી જામનગરના પોલીસ વડા મારફત વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt