સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધો.10 અને 12 બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓને પેન આપીને શુભેચ્છા પાઠવી
ગીર સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.) : રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આખા વર્ષની મહેનત બાદ મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષાઓમાં જતા પેહલા વિદ્યાર્થીઓ માતાપિતાને અને ભગવાનને પગે લાગીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા હોય
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધો.10 અને 12 બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓને


ગીર સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.) : રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આખા વર્ષની મહેનત બાદ મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષાઓમાં જતા પેહલા વિદ્યાર્થીઓ માતાપિતાને અને ભગવાનને પગે લાગીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા હોય છે. ત્યારે વેરાવળ ખાતે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. છેલ્લા 3 વર્ષથી સોમનાથ ટ્રસ્ટને અમદાવાદના એક ભક્ત દ્વારા બોલપેન અર્પણ કરવામાં આવે છે. આ બોલપેન સોમનાથ મહાદેવના ચરણોમાં મૂકીને ટ્રસ્ટ દ્વારા બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સોમનાથ મહાદેવની ભેટ સ્વરૂપે આપવામાં આવે.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમમાં પરીક્ષા પે ચર્ચા અને ભાર વિનાના ભણતરના સંદેશથી પ્રભાવિત થઈને અમદાવાદના એક ભક્ત દ્વારા બોર્ડની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓને આપવા સોમનાથ મહાદેવને બોલપેન પેન્સિલ અર્પણ કરવામાં આવે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા વેરાવળ ખાતે આદિત્ય બિરલા સ્કૂલ, મણીબેન કોટક શાળા, અંકુર સૌરભ શાળા, કે કે મોરી શાળા, ક્રિસ્ટલ સ્કૂલ સહિતની શાળાઓ ખાતે 2920 વિદ્યાર્થીઓ માટે મહાદેવના આશીર્વાદ સાથે આ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સોમનાથ ટ્રસ્ટ તરફથી ઉપરોક્ત કેન્દ્રો પર જઈને પ્રત્યેક પરીક્ષાર્થીને બોલપેન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ત્યારે પરીક્ષા પૂર્વે સોમનાથ મહાદેવનો આશીર્વાદ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ ધન્ય બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande