
ગીર સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આખા વર્ષની મહેનત બાદ મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષાઓમાં જતા પેહલા વિદ્યાર્થીઓમાં એક ખુરશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે સુત્રાપાડા મુકામે, સુત્રાપાડા વિવેકાનંદ વિનય મંદિર હાઇસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે દિલીપસિંહ બારડ રૂબરૂ મળીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અને તેઓ તણાવમુક્ત થઈને પરીક્ષા આપે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ