
ગીર સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે આજરોજ તારીખ 26/2/26 થી શરૂ થતી ssc પરીક્ષા માર્ચ 2026 મા માધ્યમિક શાળા પ્રશ્નાવડા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું ફૂલ અને કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થી હળવાશ અને નિર્ભય પણે પરીક્ષા ભરી શકે તેવી તમામ વ્યવસ્થાઓ કેન્દ્રમાં કરવામાં આવી આ તકે શાળાના ટ્રસ્ટી દિલીપભાઈ ઝાલા તથા માધ્યમિક શાળા પ્રશ્નાવડા અને વડોદરા ઝાલા બંને શાળાના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા અને તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ