
ગીર સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.)
૩૫મી વીર સાવરકર તરણ સ્પર્ધા અંતર્ગત આદ્રી થી વેરાવળના અરબી સમુદ્રમાં બહેનો માટે ૧૬ નોટિકલ માઈલની તરણ સ્પર્ધામાં પહેલીવાર ભાગ લઈ કર્ણાટકની પી.વેનયએ ૦૪ કલાક ૩૫ મિનિટ અને ૧૨ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
પી.વેનયએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં આ કપરી તરણ સ્પર્ધા પૂરી કરવી એ જ એક મોટો પડકાર હતો. મેં બેંગ્લોરથી તરણની તાલિમ લીધી છે. મેં પહેલીવાર આ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ સાહસ અને હિંમતથી બધું જ શક્ય છે.
મેં આ પહેલા 'ખેલો ઈન્ડિયા' અંતર્ગત યોજાયેલી તરણસ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર ભારતમાંથી મારો પાંચમો નંબર આવ્યો હતો. તમામ સ્પર્ધકોએ આ પડકારને સારી રીતે પાર પાડ્યો છે. એમ એમણે ઉમેર્યું હતું.
આ સાથે જ વેનયશ્રીએ સ્પર્ધાની જહેમત ઉઠાવનાર તમામ વિભાગોની મહેનતને બીરદાવી હતી.
પી.વેનયને રાજ્ય સરકાર તરફથી રૂ.૨૫.૦૦૦ અને પૂજ્ય મોટા હરિઓમ આશ્રમ તરફથી રૂ.૨૬.૦૦૦ એમ કુલ રૂ.૫૧,૦૦૦ના પુરસ્કાર સહિત ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ