અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જર ફખરુદ્દીનના પેટમાં છુપાવેલું સોનું મળ્યું
- તબીબોએ પેસેન્જરને ટોઇલેટ કરાવતાં 37 ગ્રામ વજનની ગોલ્ડની 3 કેપ્સ્યૂલ નીકળી અમદાવાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : અબુધાબીથી એર અરેબિયાની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જર ફખરુદ્દીનના પેટમાં છુપાવેલું સોનું મળ્યું. અમદાવાદ એ
અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જર ફખરુદ્દીનના પેટમાં છુપાવેલું સોનું મળ્યું


- તબીબોએ પેસેન્જરને ટોઇલેટ કરાવતાં 37 ગ્રામ વજનની ગોલ્ડની 3 કેપ્સ્યૂલ નીકળી

અમદાવાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : અબુધાબીથી એર અરેબિયાની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જર ફખરુદ્દીનના પેટમાં છુપાવેલું સોનું મળ્યું. અમદાવાદ એરપોર્ટ પર એક જ મોડસઓપરેન્ડીથી શરીરમાં સોનું છુપાવી લાવવાની અઠવાડિયામાં આ બીજી ઘટના છે.

અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જરના પેટમાં છુપાવેલું સોનું મળ્યું છે. અબુધાબીથી અમદાવાદ આવેલા યુપીના એક મુસાફરની પૂછપરછ અને તલાશી લેતાં તેણે પોતાના પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ કોર્ટના આદેશથી સિવિલ મોકલાયો હતો. જ્યાં મળમાંથી 5 લાખની કિંમતની 37 ગ્રામની ગોલ્ડની ત્રણ કેપ્સૂલ મળી હતી.

અમદાવાદ એરપોર્ટ પર શરીરમાં સોનું છુપાવી લાવવાની અઠવાડિયામાં આ બીજી ઘટના છે. આ પહેલાં 19 ફેબ્રુઆરીએ એક પેસેન્જરના પેટમાંથી 21 લાખ રૂપિયાનું સોનું મળ્યું હતું. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યૂલ કબજે કરાઈ હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવા બીજા બે કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડયા છે.

અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતા ફખરુદ્દીન નામના એક પુરુષ પેસેન્જરને 19 ફેબ્રુઆરીના રોજ એર અરેબિયા ફ્લાઇટમાં અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા પેસેન્જરને અટકાવ્યો હતો. તેની પૂછપરછમાં પેસેન્જરે કબૂલ્યું છે કે તેણે ગળીને તેના શરીરમાં ધાતુ/નિષેધાત્મક વસ્તુઓ છુપાવી હતી.

ત્યાર બાદ 19 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મુસાફરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેથી તેના શરીરમાં છુપાયેલા પદાર્થો શોધી શકાય.

હોસ્પિટલમાં પેસેન્જર દ્વારા મળ પસાર કરતી વખતે સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ડૉક્ટરને પેક્સમાં 3 ત્રણ આકાર વગરના સોનાના બાર છુપાવેલા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલ, અમદાવાદે ગઇકાલ 24મી ફ્રેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટ દ્વારા ઉપરોક્ત છુપાવેલા માલની માહિતી આપી અને પેસેન્જરને ડિસ્ચાર્જ કર્યો હતો.

ત્યાર બાદ કસ્ટમ્સ અધિકારીઓએ આ સોનાના બાર અંગે સરકારી મૂલ્યાંકનર પાસે મૂલ્ય કઢાવ્યું હતું, જેમાં સરકારી મૂલ્યાંકનકારે ઉપરોક્ત છુપાયેલા માલનું મૂલ્યાંકન કરીને ગઇકાલે 24મી ફ્રેબ્રુઆરીના રોજ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું હતું કે ત્રણ આકાર વગરના સોનાના બાર 37.180 ગ્રામ વજનનું સોનું છે, જે શુદ્ધતા 821.0/ 19.71 કેરેટનું છે, જેની બજાર કિંમત 5,01,827 અને ટેરિફ મૂલ્ય 4,55,569 થાય છે, તેથી કસ્ટમ્સ એક્ટ- 1962ની જોગવાઈઓ હેઠળ એને જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની સામે કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા અંગેનો કેસ કરીને વધુ તપાસ ચલાવી રહી છે.

આ અગાઉ અબુધાબીથી અમદાવાદ આવેલા શાહરુખ નામના પેસેન્જર પાસેથી પણ 21 લાખથી વધુ કિંમતની ત્રણ સોનાની કેપ્સ્યૂલ ઉપરાંત ગોળાકાર કેપ્સ્યૂલ ફેરસ ધાતુનું બનેલી હોવાનું જાણવા મળ્યું હતું. એ પણ આ જ રીતે શરીરમાં છુપાવીને લાવ્યો હતો. તેને પણ સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરીને પેક્સ દ્વારા મળ પસાર કરાવીને માલમત્તા કબજે કરી હતી.

આ અન્ડરવેર સોનાનું છે, નીકળ્યું 45 લાખનું સોનું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande