અગ્નિવીર બનવાની સુવર્ણ તક: ૧ લી એપ્રિલ,૨૦૨૬ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકાશે.
ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા અગ્નિવીર ભરતી માટે પાત્ર પુરુષ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તા.૦૧/૦૪/૨૦૨૬ નિયત કરવામાં આવી છે.જનરલ ડ્યુટી માટે ઉમેદવાર ધોરણ–૧૦ પાસ હ
ભરતી


ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા અગ્નિવીર ભરતી માટે પાત્ર પુરુષ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તા.૦૧/૦૪/૨૦૨૬ નિયત કરવામાં આવી છે.જનરલ ડ્યુટી માટે ઉમેદવાર ધોરણ–૧૦ પાસ હોવો જરૂરી છે અને કુલ ૪૫ ટકા તેમજ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ ટકા ગુણ હોવા જોઈએ. ઉમેદવારની ઊંચાઈ ૧૬૮ સે.મી. તથા છાતી ૭૭ (+૫) સે.મી. હોવી આવશ્યક છે.ટેકનિકલ માટે લઘુતમ ૫૦ ટકા અને દરેક વિષયમાં ૪૦ ટક માર્કસ સાથે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ અથવા લઘુતમ ૫૦ ટકા સાથે ધોરણ-૧૦ પાસ અને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયમાં ૪૦ ટકા માર્કસ સાથે બે/ત્રણ વર્ષનાં નિયત આઈ.ટી.આઈ. /ડીપ્લોમા કોર્ષ પાસ, ઉંચાઈ: ૧૬૭ સે.મી., છાતી: ૭૬(+૫) હોવી જોઈએ.ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ માટે લઘુતમ ૬૦ ટકા તેમજ અંગ્રેજી અને ગણિત/એકાઉન્ટ/બુક કિપીંગ સહિત દરેક વિષયમાં ૫૦ ટકા માર્કસ સાથે ધોરણ-૧૨ પાસ, ઉંચાઈ: ૧૬૨ સે.મી., છાતી: ૭૭(+૫) તેમજ

ટ્રેડસમેન માટે દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ સાથે ધોરણ-૦૮ અથવા ૧૦ પાસ, ઉંચાઈ: ૧૬૮ સે.મી., છાતી: ૭૬(+૫) હોવી જોઈએ.અરજી કરવાં માટે ઉમેદવારની જન્મ તારીખ: ૦૧/૦૭/૨૦૦૫ થી ૦૧/૦૭/૨૦૦૯ હોવી જરૂરી છે. પરીક્ષા ફી રૂ.૨૫૦/-છે ઓનલાઈન અરજી, પરીક્ષા પધ્ધતિ વગેરે વિગતવાર માહિતી માટે ઓફીશ્યલ વેબસાઈટ www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande