




દરગાહના નામે 5 ગેરકાયદે ઇમારતો ખડકી દેવાઈ હિન્દુ સમાજમાં ભારે રોષ
ભરૂચ કલેક્ટરને હિન્દુ સનાતની સમાજ દ્વારા આવેદન આપી ન્યાયની માંગણી કરવામાં આવી
ભરૂચ 26 ફેબ્રુઆરી ( હિ. સ ) ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની સીમમાં સરકારી ગૌચરની જમીન પર મોટાપાયે દબાણનો મામલો ગરમાયો છે. સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન નામના શખ્સે સર્વે નં. 169 વાળી કરોડોની સરકારી ગૌચર જમીન પર દરગાહના નામે 5 જેટલી ગેરકાયદે ઇમારતો ઉભી કરી દીધી છે. આ મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું હોવાથી ગ્રામજનોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગૌચર પર કબ્જો કરી તેની ઉપર 5 જેટલી ઇમારતો ખડકી દેવાય છે. ગોવાલી ગામના સર્વે નં. 343માં કબ્રસ્તાન આવેલું છે, પરંતુ તેની બાજુમાં આવેલી સર્વે નં. 169ની 54 હેક્ટર ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે.ધાર્મિક બાંધકામનો સહારો લઈને તેની આડમાં દબાણ કર્યું છે. કોઈપણ પરવાનગી વિના 'બાલાપીરદાદા દરગાહ'ના નામે કાયમી બાંધકામ કરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો આચરવામાં આવ્યો છે.
અગાઉની રજૂઆત ઠેરની ઠેર હોવાથી સનાતની હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.વર્ષ 2024માં જાગૃત નાગરિક કેતવ દેસાઈએ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું, પરંતુ આજદિન સુધી બુલડોઝર ફર્યું નથી.હિન્દુ સમાજની 3 મોટી આશંકાઓ ધર્માતરણનું નેટવર્ક ચાલતું હોવાની આશંકા છે. અવાવરુ જગ્યાએ દરગાહ બનાવી ગરીબ પરિવારોને લાલચ આપી ધર્માતરણ કરાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ.અન્ય ભાષામાં જાહેરાતો ઉર્દુ ભાષામાં થઈ રહી છે લાઉડસ્પીકરમાં . આ સ્થળ પર લાઉડ સ્પીકર દ્વારા ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં જાહેરાતો કરી શંકાસ્પદ ભીડ એકઠી કરવામાં આવે છે.
ગુનેગારોનો અડ્ડો બની ગઈ છે આ જગ્યા. જો આ દબાણ અત્યારે દૂર નહીં કરાય તો ભવિષ્યમાં આ વિસ્તાર અસામાજિક તત્વોનો ગઢ બની જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.જેના દાખલા બેટ દ્વારકા અને સોમનાથ છે. અગાઉ તંત્રએ મંદિરોના દબાણો દૂર કર્યા છે, તો પછી ગૌચરની જમીન પર આ ગેરકાયદે દરગાહ અને ઇમારતો સામે કેમ આંખ આડા કાન કરવામાં આવે છે? જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનઆંદોલન છેડાશે. સમસ્ત સનાતની હિન્દુ સમાજ, ભરૂચ આગામી રણનીતિ અને હિન્દુ સમાજની માંગણીઓમાં ગૌચરની જમીન પરથી તમામ 5 ઇમારતોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવું.લેન્ડ ગ્રેબિંગ કરનાર નિયાઝ બાપુ સામે કડક ફોજદારી ગુનો દાખલ કરવો.ગૌચરની જમીન પશુઓ માટે ખુલ્લી કરાવી કાયમી રક્ષણ આપવું.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ