સિદ્ધપુરમાં ₹1.87 કરોડના ગેરકાયદેસર દારૂનો નાશ
પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સુજાણપુર હેલીપેડ પર ₹1.87 કરોડની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરનો જથ્થો બુલડોઝર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો. કુલ 31,987 બોટલ અને ટીનનો કાયદેસર નિકાલ કરવામાં આવ્યો. ગુજરાતમાં દારૂબંધીના
સિદ્ધપુરમાં ₹1.87 કરોડના ગેરકાયદેસર દારૂનો નાશ


પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સુજાણપુર હેલીપેડ પર ₹1.87 કરોડની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરનો જથ્થો બુલડોઝર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો. કુલ 31,987 બોટલ અને ટીનનો કાયદેસર નિકાલ કરવામાં આવ્યો.

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ હેઠળ પાટણ ડિસ્ટ્રિક્ટ પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

નામદાર કોર્ટના હુકમ બાદ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ જય બારોટ, ડીવાયએસપી કે.કે. પંડ્યા સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande