ડિંડોલીમાં બાઈકની ટક્કર બાદ વૃદ્ધ ગટરના પાણીમાં પડતા મોત
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં દેલાડવા ગામ ખાતે એક યુવક બાઈક લઈને ઉપાડ ઝડપે પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેમણે અજાણ્યા વૃદ્ધને ટક્કર મારી હતી. જેમની ટક્કરના કારણે વૃદ્ધ રોડની બાજુમાંથી પસાર થતા ગટરના પાણીમાં પડી ગયા હતા. જેથી તે
Death


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં દેલાડવા ગામ ખાતે એક યુવક બાઈક લઈને ઉપાડ ઝડપે પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેમણે અજાણ્યા વૃદ્ધને ટક્કર મારી હતી. જેમની ટક્કરના કારણે વૃદ્ધ રોડની બાજુમાંથી પસાર થતા ગટરના પાણીમાં પડી ગયા હતા. જેથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે અકસ્માત કરનાર યુવકના સગા મોટાભાઈએ આ મામલે ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડીંડોલી વિસ્તારમાં દેલડવા ગામ ખાતે શાંતિવન સોસાયટીમાં રહેતા મુકેશ તુલસીભાઈ મિસ્ત્રી ગતરોજ પોતાની બાઈક નંબર જીજે.05.ટીકે.1636 લઈને દેલાડવા ગામ દેવધ માઇનોર કેનાલ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમણે એક 60 વર્ષની ઉંમરના આધેડને વૃદ્ધને અડફેટે લીધા હતા. મુકેશની બાઇકની ટક્કર લાગવાને કારણે વૃદ્ધ રોડની બાજુમાંથી પસાર થતાં ગટરના પાણીમાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે આખરે મુકેશના મોટાભાઈ સુધીર તુલસીભાઈ મિસ્ત્રી એ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશ મિસ્ત્રી સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande